Ration Card

A Ration Card in Gujarat is an essential document issued by the state government to eligible households, ensuring their access to subsidized food grains and other essential commodities through the Public Distribution System (PDS)

Feb 10, 2024 - 19:05
Feb 13, 2024 - 12:15
 0  18
Ration Card
Ration Card

રેશન કાર્ડ વિષે માહિતી

રાજ્યની અંદર વસવાટ કરતાં દેશના દરેક નાગરીકોને રેશનકાર્ડ મેળવવાનો અધિકાર છે. આ માટે રાજ્ય સરકારે નક્કી કરેલ નિયત નમૂના મુજબના ફોર્મમાં કુટુંબના વડાએ સંપૂર્ણ વિગતો આપી તેમના વિસ્‍તારના તાલુકા મામલતદાર / ઝોનલ અધિકારીની કચેરીમાં આધાર-પુરાવા સાથે અરજી કરવાની રહે છે. 

સીટીઝન ચાર્ટરની જોગવાઇ મુજબ તાલુકા મામલતદાર શ્રી/ઝોનલ અધિકારીશ્રીએ અરજદારની અરજી અંગે ચકાસણી અને જરૂરીયાત મુજબ સ્‍થળ તપાસ કરી કાર્ડની કેટેગરી નક્કી કરી, કુટુંબના વડા/સભ્‍યોની ફોટા અને બાયો મેટ્રીક વિગતો મેળવી, બારકોડેડ રેશનકાર્ડ ઇસ્‍યુ કરવાનું થાય છે. 

બારકોડેડ રેશનકાર્ડ યોજના હેઠળ કાર્ડ ધારકે તેઓની બાયોમેટ્રીક વિગતોને આધારે ઇ-ગ્રામ / સાયબર કાફેની મુલાકાત લઇ તેઓની કાર્ડની કેટેગરીને અનુરૂપ મળવાપાત્ર આવશ્‍યક ચીજ વસ્‍તુના જથ્‍થાની બારકોડેડ કુપનો મેળવવાની થાય છે. 

A/4 સાઇઝની બારકોડેડ કુપનીશીટ ઉપર કાર્ડ ધારકોને મળવાપાત્ર તમામ ચીજ વસ્‍તુઓ દીઠ વ્‍યક્તિગત કુપનો પ્રિન્‍ટ કરી આપવામાં આવે છે. અને તે કુપનો ઉપર કાર્ડ ધારકનું નામ, કાર્ડની જન સંખ્‍યા, જે દુકાનમાંથી જથ્‍થો મેળવવાનો છે તે દુકાનદારનું નામ, જે તે માસ માટે મળવાપાત્ર ચીજ વસ્તુની માત્રા, કીંમત વગેરે જેવી તમામ વિગતો પણ દર્શાવવામાં આવે છે. 

રાજ્ય સરકારે આ કુપનશીટની કિંમત રૂ. પ/- નક્કી કરી છે. કુપનશીટના વચ્‍ચેના ભાગમાં કાર્ડધારકની પ્રત પણ છાપીને આપવામાં આવે છે. 

જ્યારે  A/4 સાઇઝની પેપરશીટ ઉપરના બંને છેડા ઉપર આવેલી બારકોડેડ કુપનો આવશ્‍યકતા અનુસાર કાપીને વાજબી ભાવના દુકાનદાર / કેરોસીન એજન્‍ટ / ફેરીયાને દર્શાવેલ રકમ ચુકવી કુપન પર છાપેલ જથ્‍થો મેળવવાનો રહે છે. સાથો સાથ બારોકોડેડ રેશનકાર્ડમાં પણ જે તે વર્ષના માસ દરમ્‍યાન મેળવેલ આવશ્‍યક ચીજ વસ્‍તુઓના જથ્‍થાની નોંધ પણ કરાવવાની રહે છે. 

આવનાર દિવસોમાં બારકોડેડ રેશનકાર્ડ ધારક કોઇ પણ વાજબી ભાવની દુકાન ખાતેથી આવશ્‍યક ચીજ વસતુઓનો જથ્‍થો મેળવી શકે છે તે માટેની વ્‍યવસ્‍થા આપવા પણ વિચારણા હેઠળ છે.

બારકોડેડ રેશનકાર્ડ તેમજ બાયો મેટ્રીક આધારિત કુપનની પદ્ધતિના અમલ થકી વાજબી ભાવના દુકાનદાર કે કેરોસીનના રીટેલર કે ફેરીયા ઉપર જણાવ્‍યા પ્રમાણે મેળવેલ કુપનનો પોતાની અનુકૂળતાએ, પણ કોઇપણ સંજોગોમાં, માસના અંત પહેલા ઇગ્રામ/સાયબર કાફેની મુલાકાત લઇ વંચાણ કરાવવાની રહેશે. 

આવનાર દિવસોમાં વાજબી ભાવના દુકાનદારો કે કેરોસીનના ફેરીયાઓ / રીટેલરોએ કુપન પદ્ધતિએ માસ દરમ્‍યાન જે વસ્‍તુઓનું વેચાણ કરેલ હશે તે મુજબ આવશ્‍યક ચીજ વસ્‍તુના જથ્‍થા માટે તે પછીના મહિનાની પરમીટ મળવી શકશે. આ મુજબની વ્‍યવસ્‍થા ટુંકસમયમાં કરવામાં આવશે.

મારું રેશનકાર્ડ ફાટી, ખોવાઈ, બળી ગયુ હોયતો ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે શું કરવું?

રેશનકાર્ડ ફાટી, ખોવાઈ, બળી ગયુ હોયતો ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૯ ભરી તાલુકાના એ.ટી.વી.ટી. (ATVT) સેન્ટરમાં અથવા શહેરી વિસ્તારમાં ઝોનલ કચેરીએ રજુ કરવાનું રહેશે.

મને બારકોર્ડેડ રેશનકાર્ડ દ્વારા શું મળી શકે અને ક્યાંથી મળી શકે?

રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને તેમનું માન્ય રેશનકાર્ડ જે વાજબી ભાવની દુકાન સાથે જોડાયેલ હોય તે દુકાન પરથી રેશનકાર્ડની કેટેગરી પ્રમાણે મળશે. વધુમાં ચાલુ માસ દરમ્યાન મળવા પાત્ર આવશ્યયક ચીજવસ્તુ ઓની તથા ભાવની માહિતી.

નવું બારકોર્ડેડ રેશનકાર્ડ કેવી રીતે મળી શકે?

નવું બારકોડેડ રેશનકાર્ડ મેળવવા નમુના-ર (બે) માં અરજી કરવી તથા રેશનકાર્ડ માટેના ફોર્મ ભરવામાં આપને દર્શાવ્યા મુજબની વિગતોની જરૂર પડશે, જેથી ફોર્મ ભરતા પહેલા તે હાથવગી રાખવી.

ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાં નામ ઉમેરવા શું કરવું?

ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૩ ભરવાનું રહેશે.

જુના હયાત રેશનકાર્ડ કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે પરંતુ હજુ સુધી નવું બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી અને તે રેશનકાર્ડ ધારકોને તેમના કાર્ડમાં કુટુંબના સભ્યોના નામ ઉમેરવા કે રદ કરવા માટે શું કરવું.

જે કાર્ડધારકો નવું બારકોડેડ રેશનકાર્ડ ધરાવે છે અથવા તો જેમણે નવા બારકોડેડ રેશનકાર્ડનું ફોર્મ નં. ૧ ભરેલ છે. પરંતુ હજુ સુધી નવું બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી તેવા તમામ રેશનકાર્ડ ધારકોએ તેમના નવા બારકોડેડ રેશનકાર્ડમાં કુટુંબના સભ્યોીના નામ ઉમેરવા તેમજ કમી કરવા માટે પુરતી વિગતો સાથે અનુક્રમે નમુના નં. ૩ અને નમુના નં. ૪ મુજબની અરજી જનસુવિધા કેન્દ્ર પરથી ATVT ઓપરેટરને સુપ્રત કરવાની રહેશે.

ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાંથી નામ કમી કરાવવા શું કરવું?

ચાલુ રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૪ ભરવાનું રહેશે.

મારું રેશનકાર્ડ ટ્રાન્સફર કરાવવું છે તો મારે શું કરવું?

સરકારશ્રીની નવી યોજના પ્રમાણે બાર્કોડેડ રેશન કાર્ડ ધારકને કાર્ડ બદલવાની જરુર નથી પરંતુ માત્ર સરનામું અને તે વિસ્‍તારના દુકાનદારનું નામ સુધરાવવાનું રહેશે.

નવું બારકોડેડ રેશનકાર્ડ કઈ રીતે વિભાજનથી મેળવી શકાય?

નવું બારકોડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટે અરજી ફોર્મ નમુનો નં. પ ભરવાનું રહેશે.

જુના હયાત રેશનકાર્ડ કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે પરંતુ હજુ સુધી નવું બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી અને તે રેશનકાર્ડ ધારકોને તેમનું કાર્ડ વિભાજનથી મેળવવા શું કરવું.

જુના હયાત રેશનકાર્ડ ધારકો કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે. પરંતુ હજુ સુધી નવુ બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી તેવા રેશનકાર્ડ ધારકો તરફથી કુટુંબનું વિભાજન થવાને કારણે કાર્ડ વિભાજન કરી નવુ બારકોડેડ રેશનકાર્ડ મળે તે માટે તાલુકામાં મામલતદાર કચેરી હેઠળ ના જનસેવા કેન્દ્રોડ અને શહેર વિસ્તાનરમાં ઝોનલ કચેરી દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવાની રહે છે.

એક રેશનકાર્ડમાંથી વિભાજન કરી અલગ બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટે નિયત કરેલ નમૂના નં. પ ના ફોર્મ માં સંપૂર્ણ વિગતો અને જરૂરી પુરાવાઓના બીડાણ સહિતની અરજી જનસુવિધા કેન્દ્રન પર એટીવીટી ઓપરેટરને સુપ્રત કરવાની રહેશે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow